નમસ્કાર ખેડૂત મિત્રો,

 

૨૦૨૩ નું વર્ષ એટલે બાજરી નું આંતરાષ્ટ્રીય વર્ષ

 

બાજરી મુખ્યત્વે ધાન્ય પાક છે અને પોષકતત્વો ની દ્રષ્ટિએ પણ એક ઉતમ પાક છે. આપણાં ભોજનમાં અને પશુ ના ઘાસચાર એમ બનેં મા ઉપયોગી છે. તો આજે આપણે જાણશું ઉનાળું બાજરાની ખેતી પધ્ધતિ ની સંપૂર્ણ માહિતી.

 

જમીન :-

  • સામાન્ય રીતે ખેડૂત મિત્રો ઉનાળુ અને ખરીફ બાજરાનું વાવેતર નબળી પ્રકારની જમીનમાં કરે છે.
  • પરંતુ બાજરાનો પાક રેતાળ જમીનથી માંડી કાળી જમીનમાં લઈ શકાય છે.
  • ઉપરાંત બાજરાના પાકને મધ્યમ કાળી, ગોરાળુ અને રેતાળ જમીનમાં વધુ માફક આવે છે.

વાવેતર માટેનો સમય :-

  • ઠંડી ઓછી થાય એટલે કે ૨૦ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચે સુધી વાવેતર કરી શકાય છે.
  • ૧૫ માર્ચે પછી વાવેતર કરવા માટે ટૂંકા ગાળાની વેરાયટી પંસદ કરવી જોઈએ.

બિયારણ દર :-

  • કિલો/એકર

(. કિલો/વિઘા અને કિલો/વિઘા - સૌરાષ્ટ્ર વિસ્તારમાં)

વાવેતર અંતર :-

  • બે હાર વચ્ચે થી . ફૂટ

ખાતર :-

  • ખેતરની તૈયારી કરતી વખતે સારું કોહવાયેલું છાણીયું ખાતર થી ટન/એકર આપવું.

પાયાનું ખાતર  -

  • યુરીયા :- ૨૫ કિગ્રા/એકર
  • ડી..પી. :- ૨૫ કિગ્રા/એકર
  • એમ..પી :- ૨૫ કિગ્રા/એકર

પુર્તિ ખાતર  -

  • વાવેતર ના ૩૦ અને ૬૦ દિવસ પછી ૧૫ કિગ્રા યુરીયા/એકર આપવું.

પિયત :-

  • ઉનાળુ બાજરીમાં સામાન્ય રીતે થી ૧૦ પિયતની જરૂરીયાત પડે છે.
  • ખાસ કરીને પુર્તિ ખાતર આપ્યા બાદ તરત પાણી આપવું.
  • થુલી અવસ્થામાં અવાર નવાર પાણી આપીને વાતાવરણ ભેજયુક્ત અને ઠંડું રાખવું. જેથી દાણાનો ભરાવો સારો થાય છે.

પાછોતરી માવજત :-

  • પાક જયારે ૧૫ થી ૨૦ દિવસનો ત્યારે હારમાં ના બે છોડ વચ્ચેનું અંતર ૧૦ થી ૧૫ સે. મી. નું જળવાઈ રહે તે પ્રમાણે પારવણી કરીને વધારાનાં નબળા, રોગ અને જીવાત લાગેલ છોડ ખેંચીને કાઢવા.
  • જે હારમાં મોટા ખાલા હોય ત્યાં તંદુરસ્ત છોડની ફેરરોપણી કરીને છોડની પુરતી સંખ્યા જાળવવી.

 

આવી  બીજી સાચી અને સચોટ કૃષિ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ માહિતી આપો.

 

ઉનાળુ બાજરા નાં ઉતમ બિયારણ માટે અહીં ક્લિક કરો :- https://bit.ly/SummerBajra

લાઈક કરવા માટે લોગ ઈન કરો.