નમસ્કાર ખેડૂત મિત્રો,


    એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમ માટે તૈયાર કરેલ પુસ્તક “ખેતીના નવ રત્નો” પુસ્તક નું વિમોચન કરવામાં આવે છે. જેને આપ નીચે આપેલા લીંક પર ક્લિક કરી ને ખેડૂત તાલીમ વિભાગમાંથી ડાઉનલોડ કરી શકો છો.


    ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી એટલે કાલે ખેડૂત તાલીમ પરીક્ષા પણ શરૂ થશે. પરંતુ બધા ખેડૂત મિત્રો ને નમ્ર વિનંતી છે કે પહેલા સંપૂર્ણ વાંચન કરી ને ત્યાર બાદ જ પરીક્ષા આપવી. આ તાલીમ ૨૦૨૩ આખું વર્ષ ચાલવાની છે એટલે પુસ્તક નો સંપૂર્ણ અભ્યાસ કરી અને યુ ટ્યુબ પર મૂકેલા વીડિયો નો અભ્યાસ કરી ને જ પરીક્ષા આપવી.


ખેડૂત તાલીમ ના પ્રશ્નપત્ર વિશે :-


  • આ પ્રશ્નપત્ર માં ૫૦ પ્રશ્રો રહેશે અને આપને ૬૦ મીનીટ એટલે કે એક કલાકનો સમય મળશે.
  • બધા પશ્રો પુસ્તક અને વીડિયો માંથી જ પૂછવામાં આવશે અને અભ્યાસક્રમ બહાર નો એકપણ પ્રશ્ન નહીં હોય.
  • આખી પરીક્ષા ડીજીટલ સિસ્ટમ દ્વારા લેવામાં આવશે એટલે કોઈ પણ પ્રકારની ભૂલ થવાની સંભાવના નથી.
  • આપનાં માર્કસ ના આધારે A+, A, B અને C ગ્રેડ નું સર્ટિફિકેટ સિસ્ટમ દ્વારા જ તૈયાર થઈ ને આપને મળશે.

    બધા ખેડૂત મિત્રો ને નમ્ર વિનંતી છે કે સંપૂર્ણ અભ્યાસ કરી ને આ તાલીમ નો ભાગ બનો. ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આ તાલીમ માં ભાગ લઈ શિક્ષિત બને એ માટે એગ્રીબોન્ડ સતત પ્રયત્નશીલ રહેશે.


    અમારો એક માત્ર ધ્યેય ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવી છે.

 

નોંધ :- આ તાલીમ માં ભાગ લેતાં પહેલાં આપની પ્રોફાઈલ માં આપનું સંપૂર્ણ નામ અને સરનામાંની વિગતો સાચી લખવી. જેથી આપનું સર્ટિફિકેટ સંપૂર્ણ સાચું બને.


લીંક :- https://agribond.in/khedut-talim 


નોંધ :- આ પરીક્ષા આપ એક જ વાર આપી શકો છો અને જે સર્ટિફિકેટ મળશે તે જ માન્ય રહેશે.

            આ પરીક્ષા વિના મૂલ્યે છે. કોઈ પણ ખેડૂત મિત્રો એ કોઈ ફી કે પૈસા ચૂકવવાના રહેતાં નથી.


આપ સૌને પરીક્ષામાં સારો ગ્રેડ મળે તેવી શુભેચ્છા

લાઈક કરવા માટે લોગ ઈન કરો.