ગુલાબી ઈયળના અસરકારક નિયંત્રણ માટે તેના જીવનક્રમ વિષેની માહિતી જાણવી ખુબ જરૂરી છે. જીવાતની માદા કુદી ઈંડા મૂકવા માટે કપાસની કળી, કુલ, ફુલભમરી અને નાના વિકસતા જીંડવા પસંદ કરે છે. તેથી કીટનાશકોનો છંટકાવ પાન પર કરતા ખાસ કરીને આવા ભાગો પર થાય તે હિતાવહ છે.

ઈંડામાંથી ઈયળો નીકળે તે પહેલા શકય હોય ત્યાં ઈંડાનો નાશ કરે તેવા કીટનાશકોનો છંટકાવ કરવો. પ્રોફેનોફોસ અને બીજા કેટલાક કીટનાશક આવો ગુણધર્મ ધરાવે છે. ઈંડાં સેવાતા તેમાંથી નીકળેલ પ્રથમ અવસ્થાની ઈયળો - દિવસમાં કુલભમરી કે નાના જીંડવામાં નાનું બારીક કાણું પાડી અંદર દાખલ થાય છે.

એક વખત પ્રથમ અવસ્થાની ઈયળ કુલ, કળી કે નાના જીંડવામાં દાખલ થઈ જાય પછી કીટનાશક કપાસની ગુલાબી ઈયળના નિયંત્રણ માટે કીટનાશકોનો છંટકાવ કયારે કરવો તે સમય બહુ અગત્યનો છે. સામાન્ય રીતે કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ કુલ બેસવાનું શરૂ થાય ત્યારથી જોવા મળતો હોય છે.

તેથી ઘણા વૈજ્ઞાનિકોના મત અનુસાર પાકમાં ગુલાબી ઈયળના ઉપદ્રવથી નુકશાન પામેલા ફુલો (રોઝેટેડ ફલાવર) જોવા મળે કે તરત યોગ્ય ભલામણ કરેલ કીટનાશકનો છંટકાવ શરૂ કરવો. તે પ્રમાણે કેટલાક વૈજ્ઞાનિકોએ ફેરોમોન ટ્રેપમાં પકડાતા નર કુદાને ધ્યાનમાં રાખી છંટકાવની ભલામણ કરતા હોય છે. પ્રતિ હેકટર પાંચ ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમાં સતત દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દીઠ ગુલાબી ઈયળના થી નર કુદાં પકડાય ત્યારે ભલામણ કરેલ કીટનાશકોનો છંટકાવ કરવાનું કહેવામાં આવે છે.

જીવાતના ઈંડા સહેલાઈથી નરી આંખે દેખાઈ કપાસની જીંડવા કોરી ખાનાર ઈયળોના નિયંત્રણ માટે વાતાવરણમાં પુરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે બીવેરીયા બેઝીયાના (જૈવિક કીટનાશક) ૬૫ ગ્રામ/૧૫ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો અને એજેરેડેકટીન તત્વ ધરાવતી નીમ પ્રોડકટનો ઉપયોગ કરવો. કપાસની ગુલાબી ઈયળના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકોને યોગ્ય રીતે સમજી વિચારીને વાપરવામાં આવે તો તેનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે


લાઈક કરવા માટે લોગ ઈન કરો.