નમસ્કાર ખેડૂત મિત્રો,

જાન્યુઆરી ૨૦૨૩ થી એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમ માં આપ ઓનલાઈન પરીક્ષા આપી શકો છો. પરંતુ પરીક્ષા આપતાં પહેલાં તેનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે માટે એગ્રીબોન્ડ દ્વારા ખેતીના નવ રત્નોપુસ્તકને અનુસરીને વિગતવાર વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યાં છે. જેથી આપ બધા મુદ્દાઓને સરળતાથી સમજી શકો અને પરીક્ષામાં આપેલા બધા પ્રશ્નો નો સાચો જવાબ આપી શકો.

તાલીમ ૨૦૨૩ આખાં વર્ષ દરમિયાન ચાલશે અને જેના માટે કોઈપણ પ્રકારની ફી ( રૂપિયા ) લેવામાં આવતી નથી. ખેડૂત તાલીમનો સંપૂર્ણ અભ્યાસ કર્યો બાદ પરીક્ષા આપવી.

સાથે જે દર મહિને જે ખેડૂત મિત્રો A+ ગ્રેડ સાથે પરીક્ષા પાસ થશે તેમનું એગ્રીબોન્ડ દ્વારા સન્માન થશે અને પ્રોત્સાહિત કરવામાં આવશે. અહીં જેટલા પણ ખેડૂત મિત્રો A+ ગ્રેડ લાવશે માત્ર તેમની વચ્ચે લકકી ડ્રો થશે અને લકકી ડ્રો પણ લાઈવ કરવામાં આવશે. જેથી પારદર્શકતા જળવાઈ રહે.

લકકી ડ્રો માં જે વિજેતા હશે તેમને એગ્રીબોન્ડ દ્વારા ગ્રામ સોનાનો સિક્કો પ્રોત્સાહિત ઈનામ સ્વરૂપે મળશે.

ઈનામ માત્ર ખેડૂત મિત્રો ને પ્રોત્સાહિત કરવા માટે છે. ખેડૂત તાલીમ નો મુખ્ય હેતુ બધા ખેડૂત મિત્રો ને શિક્ષિત કરીને સામાજીક અને આર્થિક સમૃદ્ધ કરવા અને સર્ટિફિકેટ આપીને એક ઉદાહરણ પૂરું પાડવું છે કે દરેક ખેડૂત શિક્ષિત છે.

અહીં યુ ટ્યુબ વિડિયો ખેતીના નવ રત્નોપ્લે લિસ્ટની લીંક આપેલ છે, જેના પર જઈ આપ દરેક વીડીયો જોઈને સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો.

લીંક :- ખેતીનાં નવ રત્નો (એગ્રીબોન્ડ ખેડૂત તાલીમ)



લાઈક કરવા માટે લોગ ઈન કરો.