નમસ્કાર ખેડૂત મિત્રો,

                     જો આપ ચણાનું વાવેતર કરતાં હોય અને જો ચણાનાં વાવેતર ને ૨૫ થી ૩૦ દિવસ થયાં હોય તો હવે પિયત, ખાતર અને દવા કંઈ આપવી અને શું ધ્યાન રાખવું આપણે જાણીએ.

 

પિયત :-

  • જો આછી જમીન હોય તો ૨૦ થી ૨૫ દિવસે પહેલું પિયત આપવું.
  • જો ભારે/દળદાર જમીન હોય તો ૨૫ થી ૩૦ દિવસે પહેલું પિયત આપવું.

ખાતર :-

  • પાયામાં યુરીયા ખાતર આપ્યું હોય એટલે નાઈટ્રોજનની જરૂર રહેતી નથી કારણ કે ચણાનાં મૂળમાં રહેલા રાઈઝોબિયમ બેકટેરિયા મહિના બાદ વાતાવરણમાંથી નાઈટ્રોજન મેળવી લે છે.
  • જો પાયામાં નાઈટ્રોજન ના આપ્યું હોય તો ૧૦ કિલો યુરીયા + ૧૫૦ ગ્રામ ફુગનાશક પાઉડર આપી શકો છો.
  • સૂક્ષ્મ પોષકતત્વો ની ઉણપ દૂર કરવા માટે સુપર કેલ્ક ૧૦ કિલો/વીઘામાં આપી શકાય.

દવા :-

  • ચણામાં મોટાભાગે ફૂલ અવસ્થાએ અથવા ઘણીવાર તે પહેલાં લીલી ઈયળ નો એટેક જોવા મળતો હોય છે.
  • તો માટે નીચે આપેલા ટેક્નિકલ નામ વાળી જંતુનાશક દવાનો ઉપયોગ કરી શકાય.
  • ઇમામેક્ટીન બેન્ઝોએટ % :- ૧૦ ગ્રામ/પંપ
  • પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રિન % ઈસી :- ૨૫ મિલી/પંપ
  • નોવેલ્યુરોન ૧૦% ઈસી :- ૨૦ મિલી/પંપ
  • ડેલ્ટામેથ્રીન . ઈસી :- ૧૫ મિલી/પંપ

 

 

 

જો ઉપદ્રવ વધારે હોય તો વધુ સાંદ્રતા વાળી જંતુનાશક દવાનો ઉપયોગ કરી શકાય.

 

જયારે ફૂલ અવસ્થામાં દવાનો છંટકાવ કરો તો સાથે ફાલ-ફૂલ વધારવા માટે

  • Godrej Double :- ૧૦ મિલી/પંપ
  • Dow Miraculan :- ૨૫ - ૩૦ મિલી/પંપ

 

હાલ પુરતું આપેલ ભલામણ ના આધારે પિયત, ખાતર અને દવા આપવી અને જો કોઈ સમસ્યા જણાય તો એગ્રીબોન્ડ ના પૂછો પ્રશ્ન વિભાગમાં જણાવી શકો છો.

 

તો બસ આવી સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ શેર કરો.



લાઈક કરવા માટે લોગ ઈન કરો.