નમસ્કાર ખેડૂત મિત્રો,

 • આશા કરું છું આપનાં જીરું ના પાકમાં ઉગાવો સારો હશે અને હવે વાવેતર ને ૨૫-૩૦ દિવસ થઈ ગયા હશે.
 • જીરું વાતાવરણ સંવેદનશીલ પાક છે, વાતાવરણમાં આવતાં ફેરફાર જીરું ના પાક પર બહુ અસર કરે છે.
 • જીરું ના પાકને ભેજની વધારે જરૂર હોય છે. પિયત સમયે જો પાણી થી તરબોળ કરી મૂકીએ તો જીરુંનો વિકાસ બરોબર ના થાય.
 • પિયત સમયે પાણી ઓછું આપવું અને જમીન માં ભેજ જળવાઈ રહે તે રીતે ધીમે ધીમે આપવું.
 • તમે જોયું હશે ક્યારામાં વચ્ચે જયાં જીરું હશે ત્યાં રેગ્યુલર પાણી આપતાં હોય તેનાં કરતાં  સેઠા-પાળા પર જયાં પાણીનો ભેજ વધારે હોય ત્યાં વિકાસ સારો હોય છે.

 

પિયત :-

 • જીરું ઉગ્યા પછી ૨૫ થી ૩૦ દિવસ પછી પિયત આપવું.
 • જો શક્ય હોય તો ડ્રિપ થી પાણી આપવું.
 • પિયત સમયે એકસાથે બે ક્યારામાં પાણી આપવું જેથી પાણી નો ફોર્સ એક ક્યારામાં વધે નહીં.

ખાતર :-

 • જીરું માં પ્રથમ ડોઝ ના ખાતર તરીકે  ૧૦ કિલો યુરીયા + ૧૦ કિલો સુપર કેલ્ક + ૧૫૦ ગ્રામ ફૂગનાશક પાઉડર પુંખીને પછી પિયત આપવું.
 • (શિયાળુ પાકોમાં પહેલાં ખાતર પુંખીને પછી ઉપર થી પિયત આપવું)

દવા :-

 • ઘણાં ખેડૂત મિત્રો ને ખપેડી નો પ્રશ્ન જોવા મળતો હશે. જે નાના અકુંરણ પામેલા છોડને નીચે કોરી ખાતાં હોય છે. તેનાં માટે પિયત સાથે કોન્ટેક્ટ પ્રકારની જંતુનાશક દવા આપવી.
 • સાયપરમેથ્રિન ૧૦% ઈસી :– ૩૫૦-૫૦૦ મિલી/એકર
 • સાયપરમેથ્રિન ૨૫% ઈસી :- ૩૦૦ મિલી/એકર
 • ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી :- ૧ લીટર/એકર
 • ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રિન ૫% ઈસી :- ૩૫૦ મિલી/એકર

 

 • જો ઘણાં છોડ પીળા પડી ને સુકાઈ જતાં હોય તો પાણી સાથે ફુગનાશક પાઉડર આપવો.
 • ઘણીવાર જીરું માં નવા પાન નીકળે તો કુકડાઈ ગયેલા હોય તો થ્રીપ્સનો એટેક હોઈ શકે એટલે તેનાં માટે કોન્ટેક્ટ + સિસ્ટેમેટિક પ્રકારની જંતુનાશક દવા નો ઉપયોગ કરવો.
 • ફિપ્રોનિલ % એસસી :- ૨૫ મિલી/પંપ
 • થિયોમેથોક્સમ ૧૨. + લેમ્ડાસાયહાલોથ્રીન . % :- ૧૫ મિલી/પંપ
 • સ્પિનોસાડ :- મિલી/પંપ
 • સ્પિનોટેરમ ૧૧. % એસસી :- ૧૫ મિલી/પંપ


હાલ જીરું માં આપેલ માહિતી ના આધારે સમયસર પગલાં લેવા અને જો દવા ના છંટકાવ સમયે અથવા બે દવા મિશ્રણ કરવી કે નહીં એવાં પ્રશ્ન આવે તો પૂછો પ્રશ્ન મા જણાવી શકો છો.

 

હવે આવતાં અઠવાડિયે ચણાનાં પાકમાં પ્રથમ પિયત - ખાતર - જંતુનાશક દવાનો ડોઝ કયારે આપવી. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

 

તો બસ આવી સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ શેર કરો.લાઈક કરવા માટે લોગ ઈન કરો.