નમસ્કાર ખેડૂત મિત્રો,

 

આજે આપણે તરબૂચ ની ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. જે ખેડૂત મિત્રો તરબૂચ ની ખેતી કરે છે તેમનાં માટે માહિતી ઉપયોગી સાબિત થશે.

વાવેતર સમય :-

તરબૂચ નું વાવેતર મોટા ભાગે જાન્યુઆરી ના બીજા મહિના થી માર્ચે મહિના ના છેલ્લા અઠવાડિયા સુધી વાવેતર કરી શકો છો.

અનુકૂળ વાતાવરણ :-

તરબૂચમાં છોડના સારા વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ૨૫° સેલ્સિયસ થી ૩૫°સેલ્સિયસ બિયારણ ને ઉગવા માટે અનુકૂળ છે.

  • છોડના વૃદ્ધિ માટે - ૨૫° સેલ્સિયસ થી ૨૮° સેલ્સિયસ
  • ફૂલ આવવા માટે  - ૨૫° સેલ્સિયસ થી ૩૫° સેલ્સિયસ
  • ફળ આવવા માટે  - ૨૫° સેલ્સિયસ થી ૩૦° સેલ્સિયસ

 

  • ૧૫° સેલ્સિયસ થી ઓછું તાપમાન વિકાસ માટે, થડની જમાવટ માટે અને ફળ બેસવા માટે અનુકૂળ નથી.
  • ૪૨° સેલ્સિયસ થી વધારે તાપમાન થી ફળનું સેટિંગ, છોડનો વિકાસ, ફળની ગુણવત્તા સચવાતી નથી.

વાવેતર અંતર :-

  • બે છોડ વચ્ચે નું અંતર - × ફૂટ
  • બે હાર વચ્ચે નું અંતર - × ફૂટ

બિયારણ દર :-

૩૫૦ થી ૪૦૦ ગ્રામ/એકર

  • ઉગવા માટે લાગતો સમય :- ૧૫ દિવસ
  • વાનસ્પતિક વૃદ્ધિનો સમય :- ૨૫ થી ૩૦ દિવસ
  • ફૂલ આવવાનો સમય :- ૩૫ થી ૪૫ દિવસ
  • ફળ લાગવાનો સમય :- ૫૦ થી ૫૫ દિવસ
  • કાપણીનો સમય :- ૭૦ થી ૯૦ દિવસ

જયારે છોડ ઉગી નીકળે ત્યારે (ડ્રેન્ચિંગ) :-

  • થિયામેથોક્સમ ૭૫% એસજી - ૧૦૦ ગ્રામ
  • કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦% - ૫૦૦ ગ્રામ
  • હ્મુમિક એસિડ ૫૦% - ૨૦૦ ગ્રામ

 

દવા ૨૦૦ લીટર પાણીમાં  ઓગાળી પ્રતિ એકર મુજબ આપી શકો છો.

 

પાયામાં આપવાના ખાતર ( એકર) :-

ડીએપી + પોટાશ ( + ગુણ - ૫૦ + ૫૦ કિલો)

અથવા

૧૨-૩૨-૧૬ ( ગુણ)

અથવા

૧૦-૨૬-૨૬ ( ગુણ)

અથવા

સિંગલ સુપર ફોસ્ફેટ + પોટાશ ( ગુણ + ગુણ)

 

ખાસ નોંધ :-

  • તરબૂચ ની ખેતી માટે ડ્રીપ (ટપક સિંચાઈ પદ્ધતિ) અને મલ્ચીંગ આવશ્યક છે.
  • તરબૂચમાં પહેલા દિવસથી રોજ પિયત અને પોષકતત્વો આપવાના હોય છે.

 

ખાતર વ્યવસ્થાપન નું સંપૂર્ણ ટાઈમ ટેબલ ટૂંક સમયમાં આપ એગ્રીબોન્ડ ના કૃષિ માહિતી વિભાગમાં મેળવી શકશો.

 

આવી બીજી સાચી અને સચોટ કૃષિ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ માહિતી આપો.

 

તરબૂચ નું ઉતમ બિયારણ મેળવવા અહીં ક્લિક કરો :- https://bit.ly/watermelonseedstore



લાઈક કરવા માટે લોગ ઈન કરો.