નમસ્કાર ખેડૂત મિત્રો,

 

જે ખેડૂત મિત્રો ધાણાનું વાવેતર કર્યું છે એમને પ્રથમ પિયત, ખાતર અને દવા કંઈ અને કયારે આપવી તે આજે આપણે જાણીશું.

 

તમે જાણતાં હશો ધાણા મોટાભાગે એક-બે અથવા વધુમાં વધુ ત્રણ પાણીમાં ઉગે છે. ધાણા મોટાભાગે ૧૨ થી ૧૪ દિવસે ઉગે છે.

 

પિયત :-

  • ધાણા જો નબળી જમીનમાં વાવેતર કરેલ હોય તો ઉગાવાનાં ૨૦ દિવસ પછી પિયત આપવું.
  • ધાણા જો મધ્યમ જમીનમાં વાવેતર કરેલ હોય તો ઉગાવાનાં ૨૫ દિવસ પછી પિયત આપવું.
  • ધાણા જો ભારે/દળદાર જમીનમાં વાવેતર કરેલ હોય તો ઉગાવાનાં ૩૦ દિવસ પછી પિયત આપવું.

ખાતર :-

  • ધાણામાં ૨૫-૩૦ દિવસે ૧૦-૧૨ કિલો યુરિયા/વિઘા + ૧૫૦ ગ્રામ ફુગનાશક પાઉડરપાઉડર/વિઘા (સુકારો/કોઈવાર/પીળીયા માટે) +  ૧૦ કિલો સુપર કેલ્ક/વિઘા.

દવા :-

  • ધાણામાં શરૂઆતમાં વાતાવરણમાં ફેરફાર થાય તો મોલોમચ્છી (ગળો) ના એટેક રહે છે માટે નીચે આપેલ ટેકનિકલ નામવાળી દવા નો ઉપયોગ કરવો.
  • ડાયમેથોટેટ ૩૦% ઈસી :- ૨૦ મિલી/પંપ
  • થિયોમેથોક્સમ ૧૨. + લેમ્ડાસાયહાલોથ્રીન . % :- ૧૫ મિલી/પંપ
  • થિયોમેથોક્સમ ૨૫% :- ૧૨ ગ્રામ/પંપ
  • ઇમિડાક્લોપ્રિડ ૭૦% :-  ગ્રામ/પંપ
  • થિયોમેથોક્સમ ૭૫% એસજી :- ગ્રામ/પંપ

 

હાલ પુરતું આપેલ ભલામણ ના આધારે પિયત, ખાતર અને દવા આપવી અને જો કોઈ સમસ્યા જણાય તો એગ્રીબોન્ડ ના પૂછો પ્રશ્ન વિભાગમાં જણાવી શકો છો.

 

તો બસ આવી સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ શેર કરો.

 



લાઈક કરવા માટે લોગ ઈન કરો.