“પાણી પહેલાં પાળ બાંધવી” આનો અર્થ આપણે બધા જાણીએ છીએ એવી જ રીતે કોઈ પણ પાક વાવેતર કરતાં પહેલાં બિયારણ નું સંરક્ષણ (બીજ માવજત) ખૂબ જ અનિવાર્ય છે.

અહીં બીજ માવજત ના કેટલાક પ્રકાર આપેલા છે :-

૧) બીજ  કોટિંગ

૨) બીજ પ્રાઈમિંગ

૩) બીજ પેલેટીંગ

૪) બીજ ચકાસણી

 

  • આપણે બસ એમ જ માનીએ છીએ કે બીજ માવજત એટલે બિયારણ ને દવાનો પટ મારીને રોગથી સુરક્ષીત કરવું પણ બીજ માવજત આટલા પુરતું સિમિત નથી.
  • બીજ માવજત થી અલગ અલગ રોગ-જીવાત સામે રક્ષણ મળે છે.
  • ઘણીવાર અમુક પાકનાં બિયારણ એકદમ હળવા, નાના અને ખરબચડા હોય પણ સરખું કોટિંગ કરવામાં આવે તો એક નકકર આકાર અને વજન લે છે જેથી બિયારણ નો વય્ય પણ ઘટે અને સંરક્ષણ પણ મળે.
  • અમુક વાર એકસાથે કરેલાં વાવેતર માં ઉગાવાનો પ્રશ્ન, અનિયમિત ઉગાવો, વિકાસ ઓછો થવો એવા પ્રશ્ન ઉદભવે છે પણ અમુક ટેક્નોલોજી છે જે આમાંથી છુટકારો અપાવી શકે છે.
  • આવા તો ઘણાં ફાયદાઓ છે બીજ માવજત ના પણ શું તમે જાણો છો આવી આધુનિક ટેકનોલોજી ધરાવતી બહુ જૂજ કંપનીઓ છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે Incotec કંપની જે વિશ્વનાં દસ દેશોમાં સ્થાયી છે તેનું એક સેન્ટર તો આપણા ગુજરાત ખાતે અમદાવાદમાં જ છે.
  • જે ખેડૂતો માટે આવી નવી ટેક્નોલોજી પર કાર્યરત છે અને ખેડૂતો ને લાભ મળે એ માટે અવિરત પણે કાર્ય કરી રહી છે.
  • આવી કંપની ની મુલાકાત લેવી કોને ના ગમે તો ચિંતા ના કરો અમારું કામ તમારા પ્રશ્ન નું નિવારણ લાવવાનું છે તો રાહ શું જુવો છે નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને  વીડીયો દ્વારા કરો એક વર્ચ્યુઅલ મુલાકાત. Incotec India Pvt Ltd

 

કાયમી કૃષિ માહિતી જાણવા માટે એગ્રીબોન્ડ સાથે જોડાવો.

જોડાવા માટે લીંક ક્લીક કરો :- https://agribond.in/login 




લાઈક કરવા માટે લોગ ઈન કરો.