નમસ્કાર ખેડૂત મિત્રો,

 

 

હું આશા કરું છું આપ કુશળ હશો. હવે ગુજરાત માં જીરું ના વાવેતર ની સીઝન ચાલુ થઈ છે. આપણે સૌ જાણીએ છીએ જીરું એક એવો પાક છે જે સારી આવક કરાવી શકે છે પણ સાથે તેની કાળજી પણ એટલી રાખવી પડે છે.

તમે જાણતાં હશો જીરું ના વાવેતર પછી પહેલો પ્રશ્ન આવે છે ઉગાવાનો, વાતાવરણ માં થોડો બદલાવ આવે અને શરૂઆતમાં છોડ ની સંખ્યા ઓછી થઈ જાય છે, તાપમાનમાં ફેરફાર થવાથી ઉગાવો ઓછો થાય છે અને સરવાળે ઉત્પાદન ઓછું આવે છે. પણ જો કોઈ એવી ટેક્નોલોજી હોય જેના ઉપયોગ થી આપણે પ્રશ્નનું નિવારણ લાવી શકીએ અને શરૂઆત થી પાકને એક સુરક્ષા કવચ પ્રદાન કરીએ જેથી આપણને નુકસાન ઓછું થાય તો કેવું સારું?  


તો હવે છોડો ચિંતા અને જાણો આવી વરદાનરૂપી એક ટેક્નોલોજી એટલે

બીજ પ્રાઈમિંગ ટેક્નોલોજી

  

 

ઈન્કોટેક ઈન્ડીયા પ્રાઈવેટ લિમિટેડ કંપની જે દુનિયાના ઘણાં  દેશોમાં કાર્યરત છે અને આપણાં દેશમાં તેનું મુખ્ય મથક આપણા ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલું છે. જે અવિરત પણે ખેડૂતો ને કંઈ રીતે ઉતમ ટેક્નોલોજી આપી શકે કંઈ રીતે બિયારણ ને વધુ સારું સંરક્ષણ આપી શકાય તેના પર કાર્ય કરે છે અને હવે તેનાં દ્વારા વિકસાવેલ ટેક્નોલોજી એટલે બીજ પ્રાઈમિંગ ટેક્નોલોજી જે હાલ જીરું ના પાક માટે તો એક વરદાન છે.

 

 

બીજ પ્રાઈમિંગ ટેક્નોલોજી ના ફાયદા :-

 

  • પાક માં ઝડપી અને સમાન અંકુરણ.
  • ઓછા પિયત સાથે વહેલું અંકુરણ.
  • વાતાવરણ ની વિકટ પરિસ્થિતિ જેમકે તાપમાન માં વધારા કે ઘટાડા સામે નો અદભુત પર્યાય.
  • આમ તો દરેક પાક માં પ્રાઇમિંગ શક્ય છે પણ હાલ માં જીરું, તલ અને તરબૂચ માટે ભલામણ છે.
  • ટેક્નોલોજી દ્વારા પાક નો જુસ્સો ખુબજ સારો મેળવી શકાય છે જેથી છોડ માં મૃત્યુદર ખુબજ ઓછુ હોય છે.
  • છોડ ની સંખ્યા માં પણ વધારો થઇ છે અને સરવાળે ઉત્પાદનમાં વધારો થાય છે.        

 

 

 

બીજ પ્રાઈમિંગ ટેક્નોલોજી ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો :- બીજ પ્રાઈમિંગ ટેક્નોલોજી

 

જો વર્ષે વાવશો  સારું તો લણશો પણ સારું તો નવી ટેક્નોલોજી ની માહિતી મેળવો અને આપની ખેતી ને સમૃદ્ધ બનાવો.

 

આવી સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બનાવો ખેતી ને સમૃદ્ધ 




લાઈક કરવા માટે લોગ ઈન કરો.