• મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી. તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબિગ કરવું.
  • મરચીના બીને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૭.૫ ગ્રામ પ્રતિ કિલો બી પ્રમાણે બીની માવજત આપીને ધરુવાડિયામાં વાવવાં. ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨૫ વેગ્રે ૧૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચુસીયા પ્રકારની જીવાત સામે રક્ષણ મળે છે.
  • ફેરરોપણી બાદ ૧૫ દિવસ ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યુરાન ૩ જી ૩૩ કી.ગ્રા./હે પ્રમાણે આપવી. થ્રીપ્સની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી શક્ય હોય ત્યાં સુધી આંતરખેડ નિયમિત કરતા રહેવું. ઉપદ્રવની શરૂઆતમાં લીંમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૩૦ મિ.લિ (૧ ઈસી) થી ૬૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો
  • થ્રીપ્સના નિયંત્રણ માટે એસીટામીપ્રિડ ૨૦ એસપી ૮ ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮  એસએલ ૬ મિ.લિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૬ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૭ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૩૦ મિ.લિ. અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૬ ગ્રામ અથવા ઇથિઓન પ૦ એસી ૧૫ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લિ. અથવા લેમડાસાયહેલોથ્રીન-૫ એસસી ૧૫ મિ.લિ. અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૮ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૧૯.૯૨% + થાયાક્લોપ્રીડ ૧૯.૯૨ એસસી ૭ મિ.લિ. અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૪.૫% + એસીટામીપ્રીડ ૭.૭% એસસી ૧૫ મિ.લિ. અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫ ઝેડસી ૫ મિ.લિ. અથવા મિથોમાઇલ ૪૦ એસપી ૧૫ મિ.લિ. ૧૫ લિટરમાં પાણી ભેળવી ૧૦ થી ૧૫ દિવસનાં સમયગાળે વારાફરતી કરવો.


લાઈક કરવા માટે લોગ ઈન કરો.