નમસ્કાર ખેડૂત મિત્રો,

          હાલ જીરું નું વાવેતર જેમણે પણ કર્યું હશે એમને સૌથી મોટો મુંઝવતો પ્રશ્ન એટલે “કાળીયો. હાલ કમોસમી વરસાદ, વાદળછાયું વાતાવરણ અને ઠંડીનો માહોલ છે. આ બેવડી સીઝનમાં જીરું ના પાકમાં આ પ્રશ્ન આવે જ છે. તો તેનાં લક્ષણો અને નિયંત્રણ નીચે જણાવેલ છે.

 

રોગ ના લક્ષણો :-

 • પાક જયારે ૩૦ થી ૩પ દિવસ નો થાય ત્યારે રોગ જોવા મળે છે.
 • શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકો જોવા મળે છે.જેનું  કદ સમય જતાં વધે છે અને ડાળીયો પર બદામી રંગની પટ્ટી જોવા મળે છે.
 • રોગ ફેલાવતી ફૂગને અનુકૂળ વાતાવરણ મળતાં ખૂબજ સકીય બની ઝડપથી ફેલાવા લાગે છે.અને અંતે આખા છોડ કાળા પડી સૂકાઈ જાય છે.
 • રોગીષ્ટ છોડ પર ફલ બેસતા નથી અને જો દાણા બેસે તો પણ તે ચીમળાયેલા  અને વજનમાં હલકા રહે છે.

અનુકૂળ વાતાવરણ :-

 

 • છોડની વધુ પડતી સંખ્યા (ઓછા અંતરે એટલે કે ઘાટું વાવેતર કરેલ હોય)
 • કમોસમી વરસાદ
 • વાદળ છાયુ વાતાવરણ
 • કયારામાં વધુ પડતો પાણી નો ભરાવ

નિયંત્રણ :-

 • ૧૫ થી રપ ઓકટોબર વચ્ચે વાવણી કરવી.
 •  બીજને વાવતાં પહેલા મેન્કોઝેબ ફૂગનાશક દવાનો કીલો બીજ દીઠ ગ્રામ પ્રમાણે પટ આપવો.
 • પુંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સે.મી ના ગાળે ચાસમાં વાવણી કરવી અને પિયત બાદ આંતર ખેડ કરવી.
 • કયારા ખુબજ નાના અને સમતલ બનાવવા જેમાં હલક પિયત આપવું.
 • રોગ આવવાની રાહ જોયા વિના પાક ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે ફૂગનાશક પાઉડર (કાર્બન્ડેઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩%) ૩૫ ગ્રામ/પંપ + તેની સાથે સ્ટીકર (ગુંદરીયો) ગ્રામ/પંપ લઈને છંટકાવ કરવો. (હાલ વાતાવરણમાં જે ફેરફાર થાય છે તેને ધ્યાનમાં રાખીને છંટકાવ કરવો હિતાવહ છે) અને સાતથી આઠ દિવસ પછી ફરી છંટકાવ કરવો.

 

 


 

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.