નમસ્કાર ખેડૂતો મિત્ર,

આજે કપાસ ના પાકમાં એક સમસ્યા વધારે જોવા મળે છે કે છોડ ઝાંખાં પડી જાય, પીળા પડી જાય છે અથવા આખો છોડ સુકાઇ જાય છે, બધા પાન ખરી પડે છે અને જીંડવા પણ કાળાં પડી જાય છે.

તો બધું કયાં કારણ થી થાય છે અને આવું ના થાય માટે શું કરવું અને જો આવું થઈ રહ્યું તો શું કરવું આજે આપણે જાણીશું.

 

કારણો :-

  • કપાસ ની ખીલા મૂળ વગરની જાત નું વાવેતર કર્યુ હોય તો સમસ્યા હોય શકે
  • કપાસ ની વહેલી પાકતી જાત નું વાવેતર કર્યુ હોય
  • છોડ પર જીંડવા ની સંખ્યામાં વધારો થયો હોય
  • જમીનમાં પૂરતું પોષકતત્વો ના આપેલા હોય
  • જમીન સાંધાવાળી હોય એક સમતલ હોય
  • અચાનક વરસાદ આવે ને તરત ગરમી પડે (વાતાવરણમાં વારંવાર ફેરફાર)

 

બધાં કારણો ને લીધે આવી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે તો હવે એનાં નિયંત્રણ માટે શું કરી શકીએ.

 

ઉપાયો :-

  • વાવણી સમયે ચાસમાં દેશી (ગળધીયું)અથવા ઓર્ગેનિક ખાતર નાખવું.
  • ૪૦-૪૫ દિવસ પછી પાળા ચડાવો ત્યારે પણ દેશી (ગળધીયું)અથવા ઓર્ગેનિક ખાતર નાખવું.
  • આને કારણે જમીન માં મૂળ પાસે ભેજ જળવાઈ રહશે અને પોષકતત્વો શોષણ કરવામાં પણ સરળતા રહેશે
  • જો વાવેતર પછી આવો પ્રશ્ન ઉદભવે છે તો ૧૦ કિલો યુરીયા + ૧૫૦ ગ્રામ  ફુગનાશક પાઉડર (કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩%) નો એક વીઘામાં  છંટકાવ કરવો એટલે પૂંખી નાખવું અથવા ડ્રીપમાં પાણી સાથે અથવા પાણીમાં ઓગળી ને પિયતમાં આપી શકો.
  • છોડ ઉપર છંટકાવ કરવા માટે સૂક્ષ્મ પોષકતત્વો ધરાવતા ખાતરનો કંપનીઓની ભલામણ પ્રમાણે છંટકાવ કરવો જેથી સૂક્ષ્મ પોષકતત્વો ની ઉણપ પણ દૂર થાય.

 

આવી બીજી સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને આગળ ના ભાગમાં આપણે જાણીશું કપાસ માં પાકમાં સૂક્ષ્મ પોષકતત્વો ની ઉણપ ને કારણે કેવા પ્રશ્ન ઉદભવે છે અને તેની ઓળખ અને ઉપાય વિશે પણ જાણીશું.




લાઈક કરવા માટે લોગ ઈન કરો.