નમસ્કાર ખેડૂત મિત્રો,

હવે શિયાળું સીઝનની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. ખેડૂતો મિત્રો તમે પણ હવે ધીમે ધીમે તેનું પ્લાનિંગ કરી રહ્યાં હશો. તો આજે આપણે જાણીશું શિયાળું સીઝનના એક અગત્યના મસાલા પાક વિશે અને તે એટલે “જીરું

 

જીરું ની વૈજ્ઞાનિક ખેતી :-

વાવેતર સમય :-

·        નવેમ્બર માસનું પ્રથમ અઠવાડિયું (મહતમ તાપમાન ૩૦ ડિગ્રી અને ન્યુનતમ ૧૮ ડિગ્રી થાય ત્યારે કરવું.)

બિયારણ દર :-

·        પુંખીને વાવેતર કરે તો - અંદાજીત ૬ કિલો/એકર

·        ઓરીને વાવેતર કરે તો - અંદાજીત ૪ કિલો/એકર

·        બિયારણ પર પ્રાઈમિંગ ટેક્નિક દ્વારા જે પટ આપવામાં આવે તેનો ઉપયોગ કરવો જે જીરું ના ચોક્કસ ઉગાવા અને વૃદ્ધિ માટે ફાયદાકારક છે.

વાવેતર :-

·        સારા ઉગાવા માટે ઠંડુ અને સુકું હવામાન જરૂરી છે.

·        અનુકૂળ પરિસ્થિતિમાં ૧૩-૧૫ દિવસે ઉગાવો આવી જાય છે.

ખાતર :-

·        જો ચોમાસું પાકમાં છાણિયું ખાતર આપેલ હોય તો શિયાળું પાકમાં આપવું નહીં.

·        પાયાનાં ખાતર તરીકે ૨૫ કિલો યુરીયા અને ૩૫ કિલો ડીએપી એક એકરમાં આપવું.

·        વાવેતર ના ૩૦ દિવસ પછી ૩૫ કિલો યુરીયા નિંદામણ કર્યો બાદ આપવું (શકય હોય તો છોડથી દૂર હારમાં આપવું).

·        પાછળથી આપવામાં આવતું ખાતર પિયત આપ્યા બાદ જમીનમાં પગ ટકે તેવા ભેજે સાંજના સમયે આપવું જોઈએ.

પિયત :-

·        જીરું મા કુલ પાંચ પિયત આપવા

·        પ્રથમ પિયત :- વાવણી બાદ તરત જ

·        બીજું પિયત :-  ૮ થી ૧૦ દિવસ બાદ

·        ત્રીજું પિયત :-  ૩૦ દિવસે

·        ચોથું પિયત :-  ૫૦ દિવસે

·        પાંચમું પિયત :-  ૭૦ દિવસે

નિંદામણ :-

·        જો ખૂબ જ સમસ્યા હોય તો વાવણી વખતે પેન્ડીમીથાલીન ૩૦% ૫૦૦ મિલી ના દરે પ્રતિ એકરમાં માત્ર વહેતા પાણી સાથે આપવું.

 

જીરું ના બિયારણ માટે પ્રાઈમિંગ ટેક્નોલોજી એક વરદાન રૂપી છે તેના ફાયદા કયાં છે અને કંઈ રીતે ઉપયોગી છે એ આગળ ના ભાગમાં જાણીશું તો જે ખેડૂત મિત્ર જીરું કરે છે તે અચૂક વાંચે.

જેનું બિયારણ બગડ્યું એનું વર્ષ બગડ્યું તો સારા અને સાચા બિયારણ ની પસંદગી કરવી ખાસ જરુરી છે.

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.