શું તમે પણ ધાણા નું વાવેતર કરો છો?

 

નમસ્કાર ખેડૂત મિત્રો,

 

હવે શિયાળું સીઝનની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. ખેડૂતો મિત્રો તમે પણ હવે ધીમે ધીમે તેનું પ્લાનિંગ કરી રહ્યાં હશો. તો આજે આપણે જાણીશું શિયાળું સીઝનના એક અગત્યના મસાલા પાક વિશે અને તે એટલે ધાણા

 

ધાણા ની વૈજ્ઞાનિક ખેતી

 

વાવેતર સમય :-

 • નવેમ્બર માસનું પ્રથમ કે બીજું અઠવાડીયું
 • દિવસનું મહતમ તાપમાન ૩૦ ડિગ્રી આજુબાજુ હોવું જરૂરી છે

વાવેતર અંતર :-

 • જમીનની પ્રત પ્રમાણે બે હાર વચ્ચે ૩૦ સે. મી. અંતર
 • કાયરામાં  વાવણી બાદ ૩૦ દિવસે હારમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે. મી. અંતર રહે તે પ્રમાણે પારવણી કરવી.

વાવેતર પદ્ધતિ :-

 • વાવતા પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડિયાં) કરવાથી બીજને જરૂરીયાત ઘટે.

બિયારણ દર :-

 • થી . કિલો/વિઘા

બીજ માવજત :-

 • બિયારણ ને જમીનજન્ય અને ફૂગજન્ય રોગોથી બચાવવા માટે કિલો બિયારણ દીઠ ગ્રામ કાર્બન્ડાઝીમ દવાનો પટ આપવો.

ખાતર :-

 • ધાણાના પાકમાં પાયાનાં ખાતર તરીકે એનપીકે અથવા ૨૦-૨૦--૧૩ અંદાજીત ૧૫ થી ૨૦ કિલો/વિઘા અને સાથે ઝિંક તત્વો ધરાવતું ખાતર ૨૦૦ ગ્રામ/વિઘા આપવું.
 • વાવણીના ૩૦ દિવસ બાદ યુરીયા ૧૫ કિલો/વિઘા હારમાં છોડથી સે.મી. દુર સાંજના સમયે પગ ટકે તેવા ભેજમાં આપવું.

પિયત :-

 • ધાણામાં કુલ પાંચ થી પિયત ૧૫ દિવસના ગાળે આપવા.
 • આમ છતાં જમીનની પ્રત પ્રમાણે પિયત ઓછા વત્તા કરી સારું ઉત્પાદન લઈ શકાય છે.

નિંદામણ :-

 • જો ખૂબ સમસ્યા હોય તો વાવણી વખતે પેન્ડીમીથાલીન ૩૦% ૫૦૦ મિલી ના દરે પ્રતિ એકરમાં માત્ર વહેતા પાણી સાથે આપવું.  (ઘાણા અને નીંદામણ ઉગતાં પહેલાં)

 

જેનું બિયારણ બગડ્યું એનું વર્ષ બગડ્યું તો ઓરીજીનલ અને સારા બિયારણ ની પસંદગી કરવી

 

ધાણાનાં બિયારણ માટે અહીં ક્લિક કરો :-  ધાણાનું બિયારણ  


લાઈક કરવા માટે લોગ ઈન કરો.