હવે શિયાળું સીઝનની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. ખેડૂતો મિત્રો તમે પણ હવે ધીમે ધીમે તેનું પ્લાનિંગ કરી રહ્યાં હશો. તો આજે આપણે જાણીશું શિયાળું સીઝનના એક અગત્યના તેલીબિયાં પાક વિશે અને તે એટલેરાયડો

આજે ગુજરાત રાયડાના ઉત્પાદન મા દેશમાં પાંચમાં ક્રમે છે, મુખ્યત્વે રાયડો ઉતર ગુજરાત અને કચ્છ માં સૌથી વધુ વાવેતર થાય છે પણ હમણાં થોડા સમય થી સૌરાષ્ટ્રમાં પણ રાયડાનું વાવેતર થઈ રહ્યું છે તો આવો જાણીએ રાયડાની ખેતી વિશે ના  અગત્યનાં મુદ્દાઓ :-

વાવેતર સમય :-

·        ઓક્ટોબર થી ૨૦ નવેમ્બર સુધી (દિવસનું તાપમાન ૩૩ ડિગ્રી કરતાં નીચું જાય ત્યારે વાવેતર કરી શકાય)

·        ખાસ નોંધ - રાયડો બધા પ્રકારની જમીનમાં વાવેતર કરી શકાય છે

બિયારણ દર :-

·        જો હાઈબ્રીડ વેરાયટી વાવેતર કરીએ તો :- કિલો/એકર

·        જો સંશોધિત વેરાયટી વાવેતર કરીએ તો :- કિલો/એકર

વાવેતર :-

·        જો આપની જમીન નબળી હોય તો પૂંખીને અથવા ચાસ કરીને વાવેતર થઈ શકે

·        જો આપની જમીન ભારે/દળદાર હોય તો બે ચાસ . થી ફૂટ જેટલું વાવેતર કરવું હિતાવહ છે.

ખાતર :-

·        પાયાનાં ખાતર તરીકે ૧૨:3૨:૧૬ અથવા ડીએપી અથવા તો ૨૦:૨૦::૧૩ આપવું ઉતમ છે. (વીઘા દીઠ ૧૫ કિલો)

·        રાયડો તેલીબિયાં પાક હોવાથી સલ્ફર આપવું હિતાવહ છે એટલે ૨૦:૨૦::૧૩ નો ઉપયોગ કરવો ઉતમ છે.

·        ૩૦ થી ૩૫ દિવસ પછી એમોનિયમ સલ્ફેટ (૨૫ કિલો/એકર) આપવું હિતાવહ રહેશે.

 

ખાસ નોંધ :- વાવેતર સમયે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે અને બિયારણ સેમી કરતાં વધારે ઉંડાણમાં વાવેતર થાય એનું ધ્યાન રાખવું.

 

રાયડામાં સમયાંતરે કંઈ રોગ-જીવાત આવે અને શું માવજત રાખવી એ પણ આગળ ના ભાગમાં આપણે જાણીશું તો બસ આવી સાચી અને સચોટ માહિતી માટે www.agribond.in સાથે જોડાયા રહો

 

જેનું બિયારણ બગડ્યું એનું વર્ષ બગડ્યું તો સારા અને સાચા બિયારણ ની પસંદગી કરવી ખાસ જરુરી છે.

બિયારણ ની સાચી અને સચોટ માહિતી માટે અહીં ક્લિક કરો :- રાયડાનું બિયારણ 



લાઈક કરવા માટે લોગ ઈન કરો.