નમસ્કાર ખેડૂત મિત્રો,

 

આજે ૨૩ ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ખેડૂત દિવસ. ખેડૂત અને ખેતી વગર વિશ્વની કલ્પના કરવી મુશ્કેલ છે. ખેડૂત ને પડતી મૂશ્કેલી ને દૂર કરવા જ અમો એ એગ્રીબોન્ડ ની શરૂઆત કરેલ છે. એગ્રીબોન્ડ પર આયોજિત “કૃષિ પ્રશ્નોતરી - આપો જવાબ, જીતો ઈનામ” વિશે આપ સૌ જાણતાં હશો. એગ્રીબોન્ડ દ્વારા કરવામાં આવેલા પ્રયાસ ને ખેડૂત મિત્રો એ આવકાર્ય છે એટલે જ હવે એગ્રીબોન્ડ ગુજરાત ના બધા ખેડૂત મિત્રો ને “ડિજીટલ ખેડૂત તાલીમ” દ્વારા શિક્ષિત કરવા માંગે છે. આથી આજે ખેડૂત દિવસ ના રોજ એગ્રીબોન્ડ “ખેડૂત તાલીમ - Basic Agriculture” ની ઘોષણા કરે છે.

૧ જાન્યુઆરી થી આ કોર્ષમાં બધા ખેડૂત મિત્રો ભાગ લઈ શકે છે અને આ ખેડૂત તાલીમ ૨૦૨૩ આખા વર્ષ દરમિયાન ચાલશે. ગુજરાત ના તમામ ખેડૂત મિત્રો આ તાલીમ માં ભાગ લઈને શિક્ષિત થાય એજ એગ્રીબોન્ડ નો ધ્યેય છે.

 

“જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન”


નોંધ :- ટૂંક સમયમાં ખેડૂત તાલીમ ને લગતી તમામ માહિતી આપનાં સુધી પહોંચી જશે. તો માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે.



લાઈક કરવા માટે લોગ ઈન કરો.