નમસ્કાર ખેડૂત મિત્રો,

          હાલ જીરું નું વાવેતર જેમણે પણ કર્યું હશે એમને સૌથી મોટો મુંઝવતો પ્રશ્ન એટલે “કાળીયો”. હાલ કમોસમી વરસાદ, વાદળછાયું વાતાવરણ અને ઠંડીનો માહોલ છે. આ બેવડી સીઝનમાં જીરું ના પાકમાં આ પ્રશ્ન આવે જ છે. તો તેનાં લક્ષણો અને નિયંત્રણ નીચે જણાવેલ છે.

 

રોગ ના લક્ષણો :-

  • પાક જયારે ૩૦ થી ૩પ દિવસ નો થાય ત્યારે આ રોગ જોવા મળે છે.
  • શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકો જોવા મળે છે.જેનું  કદ સમય જતાં વધે છે અને ડાળીયો પર બદામી રંગની પટ્ટી જોવા મળે છે.
  • રોગ ફેલાવતી ફૂગને અનુકૂળ વાતાવરણ મળતાં ખૂબજ સકીય બની ઝડપથી ફેલાવા લાગે છે.અને અંતે આખા છોડ કાળા પડી સૂકાઈ જાય છે.
  • રોગીષ્ટ છોડ પર ફલ બેસતા નથી અને જો દાણા બેસે તો પણ તે ચીમળાયેલા  અને વજનમાં હલકા રહે છે.

અનુકૂળ વાતાવરણ :-

 

  • છોડની વધુ પડતી સંખ્યા (ઓછા અંતરે એટલે કે ઘાટું વાવેતર કરેલ હોય)
  • કમોસમી વરસાદ
  • વાદળ છાયુ વાતાવરણ
  • કયારામાં વધુ પડતો પાણી નો ભરાવ

નિયંત્રણ :-

  • ૧૫ થી રપ ઓકટોબર વચ્ચે વાવણી કરવી.
  •  બીજને વાવતાં પહેલા મેન્કોઝેબ ફૂગનાશક દવાનો ૧ કીલો બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપવો.
  • પુંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સે.મી ના ગાળે ચાસમાં વાવણી કરવી અને પિયત બાદ આંતર ખેડ કરવી.
  • કયારા ખુબજ નાના અને સમતલ બનાવવા જેમાં હલક પિયત આપવું.
  • રોગ આવવાની રાહ જોયા વિના પાક ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે ફૂગનાશક પાઉડર (કાર્બન્ડેઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩%) ૩૫ ગ્રામ/પંપ + તેની સાથે સ્ટીકર (ગુંદરીયો) ૫ ગ્રામ/પંપ લઈને છંટકાવ કરવો. (હાલ વાતાવરણમાં જે ફેરફાર થાય છે તેને ધ્યાનમાં રાખીને આ છંટકાવ કરવો હિતાવહ છે) અને સાતથી આઠ દિવસ પછી ફરી છંટકાવ કરવો.

 

 


 

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.