એગ્રીબોન્ડ ખેડૂત તાલીમ

ખેડૂત તાલીમ શા માટે ?

આજે બધા ક્ષેત્રોમાં તાલીમ યોજવામાં આવે છે અને નવી નવી ટેક્નિક વિશે પણ જણાવવામાં આવે છે. ખેતી એક એવો વ્યવસાય છે વર્ષાથી નિરંતર ચાલે છે અને હમેશાં ચાલતો જ રહેવાનો. ખેડૂતો પાસે જે અનુભવ છે એ કોઈ બુકમાં ના મળી શકે પણ જો એ અનુભવ માં થોડું સામાન્ય જ્ઞાન ભળે, આજે ખેતી ક્ષેત્રે આવતી અવનવી ટેક્નોલોજી મળે તો સોના માં સુંગધ ભળે.

એગ્રીબોન્ડ દ્વારા ખાસ ખેડૂતો માટે પહેલ કરવામાં આવી છે અને ખેડુત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે એ પણ ડીજીટલ. જેમ એક રાજા ના દરબારને નવ રત્નો સુશોભિત કરે એમ આપણી ખેતીના નવ રત્નો પણ હવે ખેડૂત અને ખેતીને સમૃદ્ધ બનાવશે.

ખેડૂત તાલીમ આપવા માટે ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દા :-

  1. પ્રથમ માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરો પછી વાંચીને અભ્યાસ કરવો.
  2. આ વીડીયો લીંક :- www.youtube.com/agribond ક્લીક કરીને Youtube પર કૃષિ નિષ્ણાત દ્વારા આપેલ ખેડૂત તાલીમ ના (ખેતીના નવરત્નો) દરેક વીડીયો જોઈને પણ અભ્યાસ કરવો.
  3. અભ્યાસ કરીને પરીક્ષામાં આપેલ પ્રશ્નનો સાચો જવાબ ક્લીક કરીને આપો.
  4. દરેક પ્રશ્નોના જવાબ આપીને સબમીટ બટન ક્લિક કરીને તરત જ આપને પરિણામ સ્વરુપે મળેલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરીને રાખવુ તેમજ આપના પરિચયમાં શેર કરીને ખેડૂત તાલીમ વિશે જાણ કરવી.

નોંધ :- ફક્ત A+ ગ્રેડ લાવનાર ખેડુતોમાંથી જે લક્કી વિજેતા જાહેર થશે તેને જ ૫ ગ્રામ સોનાનો સિક્કો ઈનામ સ્વરુપે મળશે.